તમે સાઈન ઈન કરીને આ જૂથમાં જોડાઈ શકો છો.
કન્યા કેળવણી એવું ક્ષેત્ર છે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે વડા પ્રધાનના હૃદયની નિકટ છે. વર્તમાન સાક્ષરતા દરમાં સુધારો લાવવા માટે ગંભીર પ્રયત્નોની આવશ્યકતા છે અને દેશના લોકોના મંતવ્યો અને સૂચનો લઈને પગલાં ભરવા તેનાથી જ શરૂ કરવું એ જ વધુ સારી રીત હોઈ શકે છે.
દેશમાં કન્યા કેળવણીને સુધારવા માટે ચર્ચા વિચારણા કરવાના ઉદ્દેશ સાથે, તેના સંબંધિત સુવિધાઓ હોય કે આર્થિક સહાય, મારી સરકાર (માય ગોવ)નું 'કન્યા કેળવણી' જૂથ જરૂરી ચર્ચા માટે એક મંચ પૂરો પાડે છે.
આ જૂથનો ઉદ્દેશ નીતિગત માળખું બનાવવાનું અને ઘણાં સૂચનો મેળવવાનું છે જે કન્યા વિદ્યાર્થીનીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને આજીવિકાની તકો પ્રદાન કરવામાં મદદ કરશે.
કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે, જે સભ્યો સક્રિયપણે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે તેઓ પીપીપી મોડેલ અને સમુદાયની ભાગીદારીનો ઉપયોગ કરવાની વિવિધ સૂચનાઓ પણ આપી રહ્યા છે. શાળાઓમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતી ન હોવાથી લોકો અત્યંત નિરાશ છે તેથી મોટાભાગન સદસ્યોએ શિક્ષણની ગુણવત્તાની દેખરેખ રાખવા માટે યોગ્ય પદ્ધતિઓ અપનાવવાનું સૂચન કર્યું હતું. મોટેભાગે એવું સૂચન આપવામાં આવ્યું હતું કે સરકાર કન્યા કેળવણીને માટે ભંડોળ પ્રદાન કરી શકે છે, ખાનગી સંસ્થાઓ કાર્યક્રમનું સંચાલન કરી શકે છે અને સમુદાય કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. કેગએ ખાનગી કંપનીઓની તપાસ કરવી જોઈએ જેથી નાણાંનો દુરૂપયોગ ન થાય તેવું પણ સૂચન કરાયું હતું.
કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે, દર ૫ કિ.મી. ના અંતરે એક ઉચ્ચતર માધ્યમિક શાળા ખોલવાની સૂચના પણ આપવામાં આવી હતી. બધાએ શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ઘણા સભ્યો ઇચ્છે છે કે બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પિતૃ શિક્ષક સંઘને મજબૂત બનાવવામાં આવે. સભ્યોએ સમુદાયો દ્વારા સારા શિક્ષકો અને શાળાઓના પ્રયત્નોને માન્યતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. ઘણા સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એવા વાતાવરણનું નિર્માણ થવું જોઈએ જ્યાં છોકરીઓ ડૉક્ટર અથવા એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોઈ શકે.
બધી કન્યાઓનો શાળાઓમાં દાખલો ન થવા માટે મધ્યાહ્ન ભોજનની ખરાબ સ્થિતિ કારણભૂત હોવાનું જણાવાયું હતું. મોટાભાગના સભ્યોએ યોજનાના પુનર્જીવન માટે ભારપૂર્વક જણાવ્યું હતું. કેટલાક સભ્યોએ સૂચન આપ્યું કે કન્યાઓની મદદ માટે ટોલ-ફ્રી વિદ્યાર્થી હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ અથવા વેબસાઇટ અને ટીવી ચેનલ બનાવવામાં આવે. શાળાઓની સંખ્યા વધારવા અને શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર ઘટાડવા પર પણ સભ્યોએ ચર્ચા કરી હતી.
એક ખૂબ જ સરળ સમાધાન આપવામાં આવ્યું હતું કે દરેક ગામમાં એક વિભાગની સ્થાપના કરવી જોઈએ. આ વિભાગ શાળામાં ભણતી છોકરીઓની સંખ્યા અને તેમની મુશ્કેલીઓથી સંબંધિત તમામ વિગતો રાખવા માટે જવાબદાર રહેશે. આ વિભાગ કન્યા વિદ્યાર્થીનીઓની સમસ્યાઓનું પણ નિરાકરણ કરશે અને વચ્ચેથી શાળા છોડી દેવા વાળા વિદ્યાર્થીઓનો દર ઘટે તેની ખાતરી પણ કરશે. બીજો એક સરળ ઉપાય એકલ શાળાઓ શરૂ કરવાનો હતો જેમાં શિક્ષિત ગ્રામ લોક તેમના ઘરની આજુબાજુમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકે.
ઘણા સભ્યો માને છે કે આખરે કન્યાઓના શિક્ષણમાં માતાપિતા સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી પહેલા માતાપિતાને કન્યા શિક્ષણના મહત્વ વિશે જાણ કરવામાં આવે તે મહત્વનું છે . ઘણા સભ્યોએ ગ્રામીણ ભારતની શાળાઓ માટે યોગ્ય માળખાકીય સુવિધા અને પ્રવેશની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત શાળાઓમાં ઉચિત સ્વચ્છતા સુવિધાઓની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કેટલાક સભ્યોએ ટૂંકી ફિલ્મો દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને કેટલાકે ગ્રામ પંચાયતોમાં કન્યા કેળવણીને સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવાનું સૂચન કર્યું હતું.
કન્યાઓને ઉચ્ચશિક્ષણ આપવાની જરૂરિયાત પર ભાર મુકતા, ઘણા સભ્યોએ દરેક તાલુકામાં કૉલેજ ખોલવાનું સૂચન કર્યું હતું. તેની પાછળ તેમનો અભિપ્રાય હતો કે માતા-પિતા તેમની છોકરીઓને બારમા ધોરણ પછી અભ્યાસ છોડી દેવા માટે દબાણ કરશે નહીં. માતાપિતાને કેવી રીતે સમજાવવું તે અંગેના ઘણાં સૂચનો પણ આવ્યા કે તેઓએ કિશોરાવસ્થામાં લગ્ન કરવા પર નહીં પણ તેમની પુત્રીઓને શિક્ષિત કરવા પર વધુ ભાર મૂકવો જોઈએ. તેમને સમજાવી શકાય છે કે તેમની છોકરીઓ તેમના માટે આર્થિક બોજ નથી. ઘણા સભ્યોએ મહિલાઓના સંરક્ષણના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો કારણ કે જો છોકરીઓ સલામત ન હોય તો માતા-પિતાને તેઓને શિક્ષિત કરવા માટે મનાવવાનું ખૂબ મુશ્કેલ રહેશે.
તમારો અભિપ્રાય આપવા અને 25,000 થી વધુ સભ્યો સાથેની આ મજબૂત ટીમનો ભાગ બનવા માટે, મારી સરકાર (માય ગોવ) સાઇટ પર નોંધણી કરો અને આ કાર્યમાં ભાગ લો. આપેલ ચાર કાર્યોમાંથી કોઈપણ કાર્યમાં તમે ભાગ લઈ શકો છો અને તમે અમને તમારા અભિપ્રાય વિશે જણાવી શકો છો.
તમે સાઈન ઈન કરીને આ જૂથમાં જોડાઈ શકો છો.
વડાપ્રધાન શ્રી. મોદીએ ખેતીથી લઈને શાસન સુધીના વિવિધ મુદ્દાઓનો સામનો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર સતત ભાર મૂક્યો છે. ડિજિટલ ઇન્ડિયા ગ્રુપ પર મારી સરકાર (માય ગોવ) આ લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
તે મારી સરકાર (માય ગોવ) સાઇટ પર સૌથી ઝડપથી વિકસતા જૂથોમાંનું એક છે જેમાં 37,590 સભ્યો શામેલ છે અને ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મોબાઇલ એપ્લિકેશન જેવી ડિજિટલ તકનીકને પ્રાધાન્ય આપનારા સભ્યો માટે ખુલ્લું છે. આ જૂથનો ઉદ્દેશ
"માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતની દ્રષ્ટિને પરિપૂર્ણ કરવા માટે નવીન વિચારો અને વ્યવહારુ ઉકેલો પ્રદાન કરવાનો છે".
આ પ્રક્રિયા શરૂ કરવા માટે, તમારે સાઇટ પર નોંધણી કરાવવી પડશે અને તેમાં આપેલ કાર્યોમાંથી એકને પસંદ કરીને તમારી પસંદગીનું જૂથ નીવડો.
જૂથ પૃષ્ઠ પર નીચેની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે -